Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો. માનનીય પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રી, વાંસદા દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકાના પોલીસ જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી તેમજ તાલુકાની વિવિધ શાળાઓમાંથી બાળકો દ્વારા દેશભક્તિ આધારિત તૈયાર કરાયેલ કૃતિઓમાં દેશભક્તિ ગીત તોરણવેરા પ્રાથમિક શાળા, આદિવાસી નૃત્ય આશ્રમ શાળા તોરણવેરા, લોકનૃત્ય દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરી, ગરબો જામનપાડા પ્રાથમિક શાળા, પિરામિડ ડાન્સ ગીતા મંદિર હાઈસ્કુલ પાટી અને બામ્બુ ડાન્સ સરકારી વિનયન, વાણિજ્ય અને સાયન્સ કોલેજ ખેરગામના વિદ્યાર્થી દ્વારા સુંદર મજાની કૃતિઓ રજૂ થઈ હતી. ત્યારબાદ, ખેરગામ તાલુકામાં રમતગમત ક્ષેત્રે તાલુકા જિલ્લાનું નામ રોશન કરનાર ખેલાડીઓ બાબુભાઈ પટેલ અને મણીલાલ પટેલનું પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજ શાળાના શિક્ષકશ્રી રાહુલભાઈ રાજકુંવરનું શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ...