Posts

Showing posts from August, 2024

Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

Image
Khergam|Toranvera school: ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો. ખેરગામ તાલુકાના તોરણવેરા પ્રાથમિક શાળા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે તાલુકા કક્ષાનો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો. માનનીય પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ સાહેબશ્રી, વાંસદા  દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકાના પોલીસ જવાનો દ્વારા પરેડ યોજાઈ હતી તેમજ તાલુકાની વિવિધ શાળાઓમાંથી બાળકો દ્વારા દેશભક્તિ આધારિત તૈયાર કરાયેલ કૃતિઓમાં દેશભક્તિ ગીત તોરણવેરા પ્રાથમિક શાળા, આદિવાસી નૃત્ય આશ્રમ શાળા તોરણવેરા, લોકનૃત્ય દેશમુખ ફળિયા પ્રાથમિક શાળા કાકડવેરી, ગરબો જામનપાડા પ્રાથમિક શાળા, પિરામિડ ડાન્સ ગીતા મંદિર હાઈસ્કુલ પાટી અને બામ્બુ ડાન્સ સરકારી વિનયન, વાણિજ્ય અને સાયન્સ કોલેજ ખેરગામના વિદ્યાર્થી દ્વારા સુંદર મજાની કૃતિઓ રજૂ થઈ હતી. ત્યારબાદ, ખેરગામ તાલુકામાં રમતગમત ક્ષેત્રે તાલુકા જિલ્લાનું નામ રોશન કરનાર  ખેલાડીઓ બાબુભાઈ પટેલ અને મણીલાલ પટેલનું પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજ શાળાના શિક્ષકશ્રી રાહુલભાઈ રાજકુંવરનું શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ...

Khergam|shamla faliya: ખેરગામની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાતંત્ર્ય દિન ઉજવાયો.

Image
Khergam|shamla faliya: ખેરગામની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાતંત્ર્ય દિન ઉજવાયો. ખેરગામની શામળા ફળિયા પ્રાથમિક શાળામાં ખેરગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી  શ્રીમતી ઝરણાબેન પટેલની અધ્યક્ષતામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો. આજનાં આ સ્વાતંત્ર્ય દિન ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચશ્રી ઝરણાબેન પટેલ ઉપસ્થિત રહી ધ્વજ ફરકાવી  સલામી આપી હતી.. તેમજ શાળા દ્વારા નાનકડાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ તેમણે સમય ફાળવી  બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચશ્રી અને પત્રકાર જીગ્નેશભાઈ પટેલ શાળાનાં આમંત્રણને માન આપી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને  સાંસ્કૃતિક કાર્યકમ નિહાળી બાળકોને પ્રોત્સાહન રૂપે રોકડ રકમ આપી બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. આ ઉપરાંત વેપારી મંડળના પ્રમુખશ્રી અમ્રતભાઈ  પટેલ,ગ્રામ પંચાયતના સભ્યશ્રી હેમલતાબેન પટેલ,  (ભાવુ ધોડિયા ઉપનામથી જાણીતા યુવા સામાજિક કાર્યકર) ભાવેશભાઈ પટેલ અને  એસ.એમ.સી.નાં સભ્યશ્રી આશિકીબેન પટેલ તરફથી સાંસ્કૃતિક કાર્યક્ર...