Posts

Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર.

Image
 Khergam: ખેરગામની ITI માં વિશ્વ રક્તદાતા દિવસે રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર. 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે ધરમપુર શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરના સહયોગ થી ખેરગામ આ.ઈ.ટી.આઈ અને ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પની શરૂઆત ઉપસ્થિત ખેરગામ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઝરણાબેન,ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ,શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના વિરેનભાઈ ગાંધી,દેવલબેન મોદી સહિતના અગ્રણીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પમાં આ.ઈ.ટી.આઈમાં અભ્યાસ કરી રહેલા યુવાનો તેમજ ખેરગામના કેટલાક રક્ત દાતાઓએ રક્તદાન કર્યું હતું.રક્તદાન કેમ્પમાં 29 જેટલી રક્તની બોટલ એકત્રિત થયું હતું. View this post on Instagram A post shared by @khergam_news_updates

બહેજ પ્રા. શાળાનું ગૌરવ: ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા.

Image
 બહેજ પ્રા. શાળાનું ગૌરવ: ખેરગામ તાલુકાના પ્રાથમિક શિક્ષક પ્રવિણભાઈ પટેલે નેશનલ મા.ઍથ્લે.મા પાંચ ચંદ્રક મેળવ્યા. તા.7 જૂનથી થી 10 જૂન દરમ્યાન આણંદ-વિદ્યાનગર ખાતે છઠ્ઠી નેશનલ માસ્ટર્સ ઍથ્લેટિક્સ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતભરમાંથી ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો હતો. નવસારી જિલ્લામાંથી ખેરગામ તાલુકામાં બહેજ પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે સેવા બજાવતા અને ખેરગામ પોમાપાળ ફળિયાનાં રહેવાસી નિવૃત્ત શિક્ષક ગુલાબભાઈ પટેલનાં  55 વર્ષ કરતાં વધુ વયના પુત્ર  પ્રવિણભાઈ  પટેલે ભાગ લઈ પાંચ પાંચ ચંદ્રકો મેળવવાની મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે આ સિદ્ધિ મેળવી ખેરગામ અને નવસારી જિલ્લાનું નામ રાજ્યભરમાં ગુંજતું કર્યું હતું. 400 મી દોડમા પ્રથમ., 400×4 મી. રીલે દોડમાં પ્રથમ, 4x100 મી. રીલે દોડમાં પણ પ્રથમ, ત્રિપલજંપમા પ્રથમ તથા 800 મી. દોડમાં બીજાક્રમે વિજેતા બની ચાર સુવર્ણ (ગોલ્ડ) તથા એક રજત ચંદ્રક (સિલ્વર મેડલ) મેળવી પાંચ પાંચ ચંદ્રક વિજેતા નવસારી જિલ્લામાં બની સિદ્ધિ હાંસલ કરી હતી.  પાંચ મેડલ જીતી ખેરગામ તાલુકા તથા બહેજ પ્રા શા.નું નામ રોશન કર્યું હતું. મહાખેલ રત્ન સમા પ્રવિણભાઈને  ખેરગામ ત

માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સાહેબનું મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પહેલીવાર સુરત એરપોર્ટ પર પગ મૂકતાની સાથે જ સૌએ કરેલું ભવ્ય સ્વાગત

માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સાહેબનું મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પહેલીવાર સુરત એરપોર્ટ પર પગ મૂકતાની સાથે જ સૌએ કરેલું ભવ્ય સ્વાગત મારા સ્મૃતિપટ પર ગઇકાલ સાંજની પળો હજીપણ છવાયેલી છે, કેન્દ્રીય જળશક્તિ મંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પહેલીવાર સુરત એરપોર્ટ પર પગ મૂકતાની સાથે જ સૌએ કરેલું સ્વાગત, સૌનો સ્નેહ મારા જીવનની યાદગાર પળોમાં એક બની રહેશે. આ પળની એક ઝલક…. pic.twitter.com/kKeJrlnijL — C R Paatil (@CRPaatil) June 14, 2024

Valsad,Navsari,Dang News paper updates 13-06-2024 : Valsad,Vapi,Kaprada,Umargam,Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

Image
  Valsad,Navsari,Dang News paper updates 13-06-2024 : Valsad,Vapi,Kaprada,Umargam,Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,  Courtesy: News paper      Khergam news updates : 13-06-2024

Khergam news updates : 13-06-2024

Image
Khergam news updates : 13-06-2024

Uchchhal-Nizar- Kukarmunda: ઉચ્છલ,નિઝર, કુકરમુંડા તાલુકામાં અનામત વૃક્ષ મહુડો અમૃત તથા કલ્પવૃક્ષ સમાન

Image
 Uchchhal-Nizar- Kukarmunda: ઉચ્છલ,નિઝર, કુકરમુંડા તાલુકામાં અનામત વૃક્ષ મહુડો અમૃત તથા કલ્પવૃક્ષ સમાન Post credit: Sandesh news paper તાપી જિલ્લાના છેવાડાના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તાલુકા તથા સોનગઢ, વ્યારા તાલુકાના જંગલ વિસ્તાર તથા અંતરિયાળ ગામોમાં મહુડાના વૃક્ષ ઔષધિય ગુણવત્તાથી ભરપુર હોવાનું માનવામાં આવે છે,  જેના પાન, ફુલ, ફળો, લાકડાનો ઉપયોગ થતો હોવાથી ખેડુત પરિવારો પણ આ વૃક્ષને ખેતરોના શેઢા ઉપર રાખવાનું ઉચિત માની જેમાંથી આવક મેળવે છે, પરંતુ હાલમાં વાવાઝોડાના માહોલ વચ્ચે કેટલાંક વૃક્ષો ઉપરથી કાચી ડોળી(ફળ) પડવા લાગતા સિઝનમાં ડોળીનું ઉત્પાદન ઓછું થવાની સંભાવના વધી છે. આદિવાસી પરિવારો જળ, જંગલ અને જમીન સાથે જોડાયેલા રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના લોકો જંગલોમાં ઉગતા વન્ય ફળો, ફુલો, પાન, છાલએ તમામનો એક ઔષધિ તરીકે વર્ષોથી ઉપયોગ કરતા આવ્યા છે, ઔષધિય વૃક્ષોમાં મહુડાનો પણ સમાવેશ થાય છે.  તાપી જિલ્લાના ઉચ્છલ, નિઝર, કુકરમુંડા, સોનગઢ, વ્યારા, ડોલવણ તાલુકાના જંગલ તથા આંતરિયાળ ગામોમાં મહુડાને આવક રળી આપતું વૃક્ષ માનવામાં આવે છે.  જંગલો તથા ખેતરોના શેઢા ઉપર જોવા મળતા મહુડાનું વૃક્ષ લાંબું આયુષ્ય ધરાવે

Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.

Image
Chikhli : ચીખલી ખાતે સમગ્ર નવસારી જિલ્લાનાં સી.આર.સી.ઓની સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય નિવાસી તાલીમ યોજાઈ.            તારીખ  6/6/2024  થી  7/6/2024   દરમ્યાન સક્ષમ શાળા અંતર્ગત બે દિવસીય સમગ્ર નવસારી જિલ્લાના  સી.આર.સી.ઓની નિવાસી તાલીમ AB  સ્કૂલ ચીખલી ખાતે  યોજાઈ હતી. જેમાં તાલીમની શરૂઆત પ્રાર્થના, ધ્યાન અને યોગાથી શરૂઆત કરી. શરૂઆત નિકિતા મેડમ દ્વારા સક્ષમ શાળાની તાલીમ વિશે પ્રાથમિક માહિતીથી વાકેફ કર્યા. ત્યારબાદ બી.આર.સી કો . શ્રી શશીકાંતભાઈએ સરસ મજાની વાર્તાથી તાલીમની શરૂઆત કરી. આજના સમયમાં આબોહવા પરિવર્તન અલગ અલગ રીતે વર્તાઈ રહી છે. આબોહવાના મુખ્ય ઘટકો વિષે સમજાવવામાં આવ્યું. જે શાળા સક્ષમ બનાવા માટે જરૂરી છે.  શાળા સક્ષમ તાલીમ એ દરેક શાળા માટે મુખ્ય રીતે ઉપયોગી સાબિત થશે. શાળા સક્ષમ બનાવવા માટે આપણે પર્યાવરણને સાથે રાખીને ચાલીશું તો જ આપણી શાળા સક્ષમ બની શકશે. સ્વચ્છ હરિયાળી શાળા વિશે બી.આર.સી કો . શ્રી મેહુલભાઈએ સરસ મજાની વાતો કરી. જેમાં સ્વચ્છ શાળા, ગ્રીનશાળા, સલામત શાળાઅને સુલભશાળા વગેરે વિશે વાતો કરવામાં આવી.                   બી.આર.સી કો . શ્રી અશ્વિનભાઈ ઉપલબ્ધ    પાણી વિશે વાત